

નવા સાધનો જોવા હોય અને તેના વિશે વધુ જાણવું હોય અથવા ખેતીમાં આવી રહેલી નવી નવી મશીનરી, ડ્રીપ ઈરીગેશન, ટ્રેકટરો, વિદેશની ખેતી એવું બધું જાણવા આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે તે નોંધી રાખો. એગ્રી એશિયા દ્વારા સપ્ટેમ્બર 15-16-17, 2023 મહાત્મા મંદિર, ગાંધીનગર માં યોજાશે . આ મેળા વિષે વધુ જાણવા માટે ફોન કરો.9473826807 અથવા 9924812116 .બીજું કે પૂનામાં થતો ભારતનો સૌથી ભવ્ય કિસાન કૃષિ મેળો 13 થી 17 ડિસેમ્બર 2023 દરમ્યાન યોજાશે તે નોંધી લો . આ ઉપરાંત તમારે ગાય એટલે કે ગાય આધારિત ખેતી અને તેને લગતી નવી શક્યતા વિષે જાણવું હોય તો રાજકોટમાં ભારત સરકાર ના સહયોગમાં ગૌટેક 2023 એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ થવા જઈ રહી છે આ સમિટ રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે 24 થી 28 મેં -2023 દરમ્યાન યોજાવાનું આયોજન છે વધુ માહિતી અને તેમાં શું જોવા મળશે તે જાણવા ફોન કરો 9825259606 વિજય ગજેરા .



