
મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ સુકારો આગળ વધતો હોય છે એટલે જ આજે પ્રગતિશીલ ખેડૂતો સમજ્યા છે કે મરચીની ખેતી પાળા ઉપર કરવી જોઈએ તેને બદલે આજે મરચીની ખેતી પાળા ઉપર થતી નથી. તેથી પાણી ભરાઈ રહેવાથી ફાયટોપ્થોરા બ્લાઈટ લાગવાની ખુબજ મોટી શક્યતા છે , ફાયટોપ્થોરા બ્લાઈટ નામનો મરચીનો રોગ જયાં સપાટ જમીનમાં મરચીની ખેતી થતી હોય ત્યાં આ રોગ જોવા મળે દા.ત. ગુજરાતના ગોંડલ વિસ્તારમાં આ રોગ જરૂર દેખાય છે. મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ જયાં સતત જમીન ભીની રહેતી હોય, વધુ ભેજ જળવાઈ રહેતી હોય તેવી જમીનમાં થાય, વાતાવરણમાં ૧૦૦ ટકા ભેજના દિવસે જેમ વધુ તેમ તેમ આ રોગ વધતો જાય. આ રોગમાં છોડ ઊભો સુકાય જાય, આ રોગના લક્ષણોની વાત કરીએ તો મરચીના ઊભા તંદુરસ્ત છોડમાં જયારે આ રોગ લાગે ત્યારે તેના થડ ઉપર કાળા ડાધ પડે, આ રોગ મૂળમાં લાગે, ફળ ઉપર લાગે, થડ ઉપર લાગે આ રોગને મૂળનો સુકારો પણ કહે છે. જયાં પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય



