રાઈ

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઑકસીક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં Read More »

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય નાઈટ્રોજન સ્થાપિત કરવાનું છે. રાઈઝોબિયમ

ફાયદાકારક બેક્ટેરિયા Read More »

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ?

રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ? Read More »

રોગ : રાઈના પાકમાં ભૂકીછારો નિયંત્રણ

રાઈના પાકમાં ભૂકીછારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

રોગ : રાઈના પાકમાં ભૂકીછારો નિયંત્રણ Read More »

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે મળે છે સામાન્ય રીતે રોમપક્ષ શ્રેણી (ફૂદા અને પતંગીયા)

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી Read More »

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી Read More »

રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

રાઈના પાકમાં નિંદામણનાશક દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ઓક્ઝાડાયાર્જીલ (રાફટ ૬% ઈસી) ૦.૦૯૦ કિ.ગ્રા. (૧.૫૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૪૫ મિલી

રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો

ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15 લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15 લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15 ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો Read More »

જીવાત : શેરડીનો ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલર વડે લગાવવા. ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલાં અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશકનો ઉપયોગ ટાળવો. રાસાયણિક કીટનાશકનો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો નીચે દર્શાવેલ પૈકી

જીવાત : શેરડીનો ડૂંખ વેધક Read More »

જીવાત : મરચીના ચુસીયા

મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે

જીવાત : મરચીના ચુસીયા Read More »