
આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી કોલ્ડ ચેઇન ઉપલબ્ધ નથી એટલે તમે સાંભળ્યું હશે કે સફરજન જેવા ફળો ઉપર મીણ નું પાતળું પડ ચડવામાં આવે તેના લીધે ફળ માં ઓક્સિડેશન અટકે છે એટલે ફળ મોડું પાકે છે , બગાડ અટકે છે , આવી જ રીતે પ્લાસ્ટિક કવર દ્વારા પણ ફળોને બગાડતા અટકાવી શકાય છે .નેધરલેન્ડ ની લિકવિડસીલ નામની કંપનીએ આ ક્ષેત્રે ખુબ મોટી શોધ કરી છે , આ લીકવીડ નો પટ આપેલા ફૂલો , શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે અને આ લીકવીડ બાયોડીગ્રેડેબલ હોવાથી ઓર્ગનિક ખેતી માટે પણ ઉપયોગી થશે આમ આ શોધ આ ક્ષેત્રની ગેમ ચેન્જર સાબિત થશે . વધુ વિગત અંગ્રેજીમાં વાંચવા લોગીન કરો liquidseal.nl



