
ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું વાવેતર દ્વારા આવી મગફળીમાં અફ્લાટોક્સીન જેવા ઝેરી ફુગના અવશેષો જોવા મળે છે. આવી મગફળીમાંથી ખાદ્ય પ્રોડક્ટ બનાવનાર અને નિકાસ કરનાર કંપની પોતાની પ્રોડક્ટની નિકાસ કરી શકતી નથી.નાસ્તા અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગની મગફળીની વધતી માંગને ટેકો આપવા કંપનીઓ ખેડૂતોની મદદ માંગે છે. આ વર્ષે આપણે મગફળીમાં જમીનજન્ય ફુગના રોગો સામે જૈવિક નિયંત્રણ પહેલેથીજ કરશું.ઉચ્ચ ગુણવત્તાનું બીજ ખરીદીશું. તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળીશું અને સૂકવણી માં ધ્યાન રાખીશું .



