ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા.

ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા.

નર ફૂદાને આકર્ષવા હેકટરે ૪૦ની સંખ્યામાં ખેતરમાં છૂટાછવાય ફેરોમોન ટ્રેપ ગોઠવવા.

ભમરી/ ફૂલ કે જીંડવા તપાસવા, જાે તેમાં ૫ કે તેથી વધારે ઇયળો જાેવા મળે તો

ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મિ.લી. અથવા

પ્રોફેનોફોસ ૪૦% સાયપરમેથ્રીન ૪% 15 મિ.લી. અથવા

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ ડબલ્યૂજી 8 ગ્રામ અથવા

સ્પીનોસાડ ૪૫ એસસી 6 મિ.લી. અથવા

ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિ.લી. અથવા

ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6 મિ.લી. અથવા

થાયોડીકાર્બ ૭૫ વેપા 30 ગ્રામ અથવા

લેમડા સાયહેલોથ્રીન ૫ ઈસી 15 મિ.લી. અથવા

ક્લોરપાયરીફોસ ૫૦% સાયપરમેથ્રીન ૫% (૫૫ ઈસી) 15 મિ.લી. અથવા

ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫% એસીટામીપ્રીડ ૭.૭% એસસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.