ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે.

● ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યાર બાદ છાયામાં સૂકવીને વાવણી કરવાથી ઊગાવો સારો અને ઝડપી થાય છે.

● જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ કેપ્ટાન અને થાયરમનો પટ આપી વાવવા માટે ઉપયોગ કરવો.

Tags

Share this post: