જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે. જેના કારણે જમીનમાં વરાપ જલ્દી આવતી નથી તેથી ચોમાસામાં વરસાદ પૂરો થયા બાદ વાનસ્પતિક વિકાસ આવતો રહે છે. જેના કારણે ફૂલ આવવાની પ્રક્રિયા મોડી થાય. જ્યારે ગોરાડુ, રેતાળ, એસિડિક જમીનમાં જો ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ વાવેતર કરવામાં આવે તો ચોમાસું પૂરું થયા બાદ જમીનમાં વરાપ જલ્દી આવે. જેથી સ્ટ્રેસ કન્ડીશનના કારણે વાનસ્પતિક વિકાસ રુંધાશે અને ફૂલ આવવાની પ્રક્રિયા જલ્દી આવશે, માટે ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીન એ અગત્યનું પરિબળ છે.

Share this post: