અને માનો કે કોઈ વરસ ખેતી કુદરતી આફતોમાંથી ઊગરી જઈ – ઉત્પાદન પ્રમાણમાં ઠીક મળવા પામ્યું ત્યારે બજારભાવ જ સાવ ઢેફે ગયેલા હોય ! અલ્યા ! આ તે માલના કોઈ ભાવ કર્યા કહેવાય કે ખેડૂતની નરી ઠેકડી ઉડાડી ગણાય ? ખેડૂતે તો કરવતીના વાઢની જેમ બંને બાજુ કપાવાનું જ ને ! ધંધાને જરૂરી કાચો માલ ખરીદવો હોય તો ભાવ કરે વ્યાપારી અને પોતે ઉત્પન્ન કરેલ પેદાશ વેચવા નીકળે તો પણ મૂલ તો વેપારીએ જ નક્કી કરવાનાં ! આ તે ક્યાંનો ન્યાય ? એની પડતર શું છે, એ તો પૂછો એમને ! હૈયે જો ખેતી અને ખેડૂતો જીવવા જોઈએ એવી ઊંડી સમજણ હોય તો તેવી વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર આવે ને ?
આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ?
બઝાર ભાવની વાત માં અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે ,



