ઉનાળુ તલનો બિયારણનો દર કેટલો હોય ?

તલનાં એક હેકટર(૬.૨૫ વીઘા) ના લાઈનમાં વાવેતર માટે ર.પ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. આમ છતા ધણા ખેડૂત ભાઈઓ તલને છાટીને વાવતા હોઈ છે. તેમના માટે ૪ થી ૪.પ કિ.ગ્રા. બિયારણ જરૂરી છે. તલનાં બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો એક કિલો ગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો થાય છે અને પાકને બીજ જન્ય અને જમીન જન્ય ફુગથી બચાવી શકાય છે. તલનું બીજ ઝીણુ તેમજ દર ઓછો હોવાથી વાવણી વખતે તલમાં જીણી રેતી ભેળવી ને વાવેતર કરવાથી સપ્રમાણ અંતર જાળવી શકાય છે.

Tags

Share this post: