ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત

ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે

[2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી ભેજ ગરમી અને હવાનું એવું સરસ સંકલન થાય કે જેથી વનસ્પતિના મૂળ વધારે કાર્યરત રહે, ફૂલેફાલે પણ વધારે.

[3] પાણી એની એ જગ્યાએ ટપક્યા કરે, જેથી નીચે ભીંજાય વધારે પણ ઉપરની સપાટી પર ફેલાય ઓછું, પરિણામે બાસ્પીભવનથી ઊડી જતા પાણીનું પ્રમાણ ઘટે.

[4] ક્યારા, પાળી, ખામણાં કે ધોરિયા બાંધવા કે પાણી વાળનાર પાણતિયાની પણ જરૂરત ન હોઇ ઓછા મજૂરોથી કામ આટોપી શકાય.

[5] જેમ જેમ છોડ પચાવતો જાય તેમતેમ ફર્ટી ટેંક દ્વારા પૂરકખાતરો આપી શકાતા હોવાથી તેમાં પણ 33% નો બચાવ થાય છે.

[6] ઊંચી-નીચી ધરતીને સમતળ કરવાની જરૂર નથી.

[7] પ્લોટમાં ઓછા ભેજવાળું વાતાવરણ તેથી ઓછો ફૂગજન્ય રોગ

[8]જમીન વધુ ક્ષેત્રફળમાં ભીંજાતી ન હોવાથી વજનથી નમી, જમીનને અડકેલા ફળો બગડતા નથી.

[9] ભેજની સતત હાજરી રહેવાથી એ જમીનમાં અળસિયાંની વૃધ્ધિ થાય છે.

[10]મોટાભાગના બધાજ પાકો થોડા વધુ,વહેલા અને ગુણવત્તામાં શ્રેષ્ઠ ઉત્પન્ન થાય છે.

[11] ખેડૂત કે ખેતી વ્યવસ્થાપક્ના માથે સમયસર પિયત કરી શકાશે કે નહીં-એવો માનસિક બોજ બિલકૂલ રહેતો નથી.તેથી ખેતી વિકાસના બીજા કાર્યોમાં મન પરોવી શકાય છે.