તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે.
પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે, ફુવારા, ટપક, આચ્છાદન અપનાવવાને કારણે જમીનમાં સતત પુરતો ભેજ જળવાઈ રહે છે તે પણ કૃમિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ માફક આવે છે.
પિયતની સુવિધાઓ તેમજ આધુનિક તાંત્રિકતાઓના કારણે આખાય વર્ષ દરમિયાન સતત પાક લેવાથી કૃમિને યજમાન પાક મળવાથી કૃમિનું પ્રમાણ જમીનમાં વર્ષોવર્ષ વધતું જાય છે.
આ ઉપરાંત પોલીહાઉસમાં, ઉનાળામાં ઊંડી ખેડ કરીને તપાવવું શક્ય બનતું નથી તેમજ સૂર્યનો સીધો જ તાપ/તડકો ન મળવાથી સાનુકૂળ તાપમાન બારેમાસ રહે છે જે કૃમિને માફક આવતું હોવાથી કૃમિનું પ્રમાણ વધતું રહે છે.


