કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે. ગરમીના સમયે બપોરે આવા કૃમિગ્રસ્ત છોડ જમીનમાં પુરતો ભેજ હોવા છતાં ચીમળાઈ ગયેલા દેખાય છે. જો શરૂઆતથી જ કૃમિનો ઉપદ્રવ વધારે હોય તો છોડ સૂકાઇ જાય છે. કૃમિગ્રસ્ત છોડને ખાતર-પાણી આપતા થોડા સમય માટે તેની વદ્ધિમાં સુધારો જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે તેની વૃદ્ધિ તંદુરસ્ત છોડ કરતાં ઘણી ઓછી જોવા મળે છે અને ઉત્પાદન પણ ઘટે છે.

Tags

Share this post: