ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?

ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય તો ઉત્તમ છે પરતું ટામેટાં ૫.૦ થી ૭.૫ પી.એચ. આંક ધરાવતી જમીનમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે. ગ્રીન હાઉસમાં ટામેટાં માટે જમીન ૭૦% લાલ માટી, ૨૦% સારું કોહવાયેલું ગળતિયું ખાતર અને ૧૦% ચોખાની કુશ્કી મિશ્ર કરીને તૈયાર કરવી જોઈએ. ટામેટાના સફ્ળ ઉત્પાદન માટે ગ્રીન હાઉસમાં ૪૦ સે.મી.ની ઊંચાઈવાળા અને ૯૦ સે.મી.ની ટોચની પહોળાઈવાળા ગાદીક્યારા બનાવવા હિતાવાહ છે. એટલું યાદ રાખો કે ગ્રીન હાઉસમાં સાનુકૂળ વાતાવરણ ઉભું કરવાનું હોય છે આ પદ્ધતિ ઠંડા પ્રદેશમાં જયારે બહુ સ્નો પડતો હોય ત્યારે શાકભાજી પેદા કરવાની પદ્ધતિ છે .આપણે ત્યાં ઉલટું છે ગરમીમાં અંદર ઠંડક એટલે કે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા એનર્જી વાપરીને પણ સાનુકૂળ કરવું પડે છે .

Share this post: