રાજગરાની ખેતી

રાજગરાની અંદર ઉચ્ચ પોષક તત્ત્વો હોવાના લીધે તેનો ઉપયોગ પોષણયુક્ત બનાવટો/વાનગીઓ બનાવવામાં થાય છે. રાજગરો વર્ષોથી ઉપવાસના દિવસે ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષોથી તેમાંથી લાડુ, રોટલી, પુરી, પરોઠા, ચીક્કી, શીરો, વગેરે બનાવટો બનાવવામાં આવે છે. વર્તમાનમાં તેનો ઉપયોગ બેકરી આઈટમો જેવી કે કેક, બ્રેડ, પેસ્ટી, પારતા, નુડલ્સ, તેમજ બેબી કુડ વગેરેમાં પણ થઈ રહ્યો છે. રાજગરાના પાંદડાનો ઉપયોગ ભાજી તરીકે પણ થાય છે. આ પાકની અંદર નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેનું ગ્રેડીંગ, કલીનીંગ અને સોર્ટીંગ વગેરે કરીને સારા ભાવ મેળવી શકાય છે. આ પ્રકારની ફેક્ટરીઓ પાલનપુરમાં કાર્યરત છે.
ખેડૂતો દ્વારા રાજગરાની ખેતીની પસંદગીના કારણો :
• સારો બજાર ભાવ
• પાણીની ઓછી જરૂરિયાત
• વિષમ પરિસ્થિતિમાં ટકાઉ
• નહિવત રોગ જીવાતનો ઉપદ્રવ
• ઓછો ખેતી ખર્ચ
• સારું ઉત્પાદન અને સંગ્રહવામાં સરળતા
• પોષકયુક્ત પાક

Share this post: