વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ

પિયત દાણા બેસવાના સમયે અચૂક આપવું. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ અને બીજું પિયત ૮ થી ૧૦ દિવસે સારા અને એક સરખા ઉગાવા માટે આપવું જોઈએ. ત્યારબાદ પછીત્રીજું પિયત વાવણી પછી ૩૩ દિવસે (બીજા પિયત બાદ) અને બાકીના પાંચ પિયત ૧૨ થી ૧૫ દિવસના અંતરે આપવાની ભલામણ છે.
વાવણી પછી ૨૫ દિવસે પહેલી આંતરખેડ કરવી અને ત્યારબાદ નિંદામણના ઉપદ્રવ ધ્યાનમાં રાખી ૨૦ થી ૨૫ દિવસના અંતરે આંતરખેડ કરવાનું ચાલુ રાખવું. નિંદામણનો ઉપદ્રવ જણાય તો હાથ વડે નિંદામણ કરતા રહેવું અને શક્ય હોય ત્યાં સુધી ઉભા પાકમાં આંતર ખેડ કર્યા બાદ હાથ નિંદામણ કરવું. જ્યાં નિંદામણના પ્રશ્નનો વધુ હોય અને મજૂરની અછત હોય ત્યાં નિંદામણ નાશક દવા પેન્ડીમેથાલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિયતત્ત્વ મુજબ એટલે કે હેકટરે ૩૩ લિટર દવા ૬૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી પહેલાં (પ્રી-ઈમરજન્સ) છંટકાવ કરવો.

Share this post: