
મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને આ મરચી અર્ધ ઇંચની ખુબ તીખી મરચીની કેટેગરીમાં આવે છે એટલે જ તેને બર્ડ આઈ મરચી કહેવામાં આવે છે . મરચાની નિકાસ આવતા વર્ષે વધવાની શક્યતા છે .મિત્રો નોંધો કે મરચીની વિધ વિધ જાતો છે તેમાં આપણા ગોંડલના મરચાની ક્વાલિટી અને ફ્લેવર સારી આવે છે તે આપણા માટે ગૌરવની વાત છે .



