શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ?

વાવણી પછી બધા જ નિરાંતમાં છે. શ્રાવણ મહિનો બેઠો છે એટલે ભક્તિનું પૂર આવ્યું છે . વરસાદને લીધે બધી મોલાત લીલીછમ્મ થઈ ગઈ છે બધા જ સારા બિયારણની પસંદગી કરીને ખુશ છે બધા બિયારણ સારી રીતે ઉગી બેઠા થઇ ગયા છે . આપણને ખબર છે કે આ એકવીસમી સદીમાં આવી રહેલી નવી નવી ટેકનોલોજી કુદકેને ભૂસકે વધતી જાય છે કદમ સાથે કદમ ન મિલાવ્યા તો પાછળ રહી જઈએ , હવે તો મોબાઈલમાં એ આઈ અને ચેટજીપીટી આવ્યું છે . શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ? તેની વાતો હવે તમને મારે જણાવવી છે .આ કોલમ તમે હવે નિયમિત વાંચતા રહેજો .આપણી ખેતીમાં ટેક્નોલોજીને લીધે શું ફેરફાર આવશે તેની વાતો હવે આપણે કરીશું . સાંભળો માંડીને વાત કરું , ટેકનોલોજી એટલી ઝડપથી બદલી રહી છે. નવો જમાનો કેવો હશે અને દુનિયા ક્યાં પહોંચી છે તેની માંડીને દર અઠવાડિયે થોડી વાત કરશું . હું તમને મોબાઈલ અને લેપટોપ નું મારુ ખુદનું ઉદાહરણ આપું. થોડા વર્ષો પહેલા મેં જે લેપટોપ અને મોબાઇલ ફોન લીધો ત્યારે મને એમ કે મારી આ ખરીદી જીવનભર માટે હશે પણ ના, ચાર વર્ષમાં તેનું નવું અપગ્રેડ વર્ઝન બજારમાં આવી ગયું થોડા વર્ષમાં જૂનું થઈ જાય બોલો .મારે અત્યારે નવું લેપટોપ લેવું પડ્યું ..

Share this post: