
હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની જરૂર છે. ખેડૂતને ઓછા ખર્ચે ફળોની સારી કમાણીની સાથોસાથ વરસાદની અનિયમિતતાના જોખમોથી બચાવ, પાણી અને પવન બન્ને દ્વારા થતા જમીન ધોવાણમાં રાહત, અરે ! વરસાદી પાણીને મૂળિયાં વાટે ભૂગર્ભમાં ઉતારવા ઉપરાંત ખેતીમાં જરૂરી હળલાકડાં, પશુ-ચારો, સેંદ્રીય ખાતર, કેટલીય ઔષધિઓ, ગુંદર, બળતણ જેવી જરૂરિયાતો પૂરી પાડી વાતાવરણમાં ઠંડક, અંગારવાયુનુ પ્રાણવાયુમાં રૂપાંતર, માણસ-પશુને છાંયો, પંખીઓને માળા જેવા અનેક પર્યાવરણીય લાભ ઉપરાંત સમાજને ફળરૂપી પૌષ્ટિકઆહારની ભેટ ! ખેતીમાં વૃક્ષોને ભાગીદાર બનાવ્યા હોય તો કેટલી બધી વિરલ બાબતો સર કરી શકાય, તમેજ કહો



