પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાંજુન્ડે નાયક ભદ્રાવતી તાલુકાના ખેડૂત છે તેમને નાળિયેરીના પાકમાં ઉંદરોના આક્રમણ સામે એક તરકીબ સૂચવી છે ઉંદરોને આકર્ષવા માટે જુવારનો રોટલો વૃક્ષોની આસપાસ નાખવામાં આવે છે અને તેનાથી આકર્ષાઈને ઉંદરો તેને ખાવા આવે છે. એક અઠવાડીયા બાદ જુવાર સાથે સિમેન્ટ મિશ્ર કરીને તેનો રોટલો નાખવામાં આવે છે. સિમેન્ટ એ ઉંદરના પેટમાં
પચશે નહિ અને તે આંતરડામાં સિમેન્ટના નાના કાકરાની જેમ સ્ટ્રકચર તરીકે જામી જશે અને તેનાથી ઉંદર મરી જશે.