
ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો સારૂ બાળીને નાશ કરવો.
કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.
ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો ૫ટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ
બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦ મિ.લી. અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦૦ મિ.લી. ૫ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્લાસ્ટિકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉ૫ર કીટનાશકનું મિશ્રણ એકસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા ૫હેરી બિયારણને બરાબર મોઈ આખી રાત સૂકવીને જ બીજા દિવસે વાવણી કરવી.
કપાસ અને દિવેલાના ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેકટર વિસ્તારમાં પૂંખવી ત્યાર બાદ હળવુ પિયત આ૫વું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે-ટીપે પિયત સાથે આપવી.



