ડ્રેગન ફૂટ માટે જમીનની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે છે. સ્તંભ ૧૦૦ કિ.ગ્રા. વજન સહન કર શકે તેવા મજબૂત અને ટકાઉ હોવા જોઈએ. આ માટે મોટાભાગે ૨ મીટરની ઊંચાઈવાળા સિમેન્ટના પોસ્ટની ભલામણ કરવામાં આવે છે અને તેની જમીનની અંદરની ઊંડાઈ ૪૦ સે.મી. જેટલી હોવી જોઈએ. થાંભલાની ઊંચાઈ ૭ ફૂટ અને તેની ઉપરની પ્લેટની (સિમેન્ટનું ચાર હોલવાળું ચક્કર) જરૂર પડે છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. ૪૫૦/- જેટલો થાય છે. થાંભલાને પ્લોટમાં ૧૨ ફૂટ x ૮ ફૂટના અંતરે (૩.૬૦ મીટર x ૨.૪૦ મિટર) રાખવામાં આવે છે. ૨.૫૦ મી × ૨.૦૦ મી, ૩.૦૦ મી x ૧.૫૦ મી, ૩,૦૦ મી x ૩૦૦ મી, ૪.૦૦ મી x ૩.૦૦ મી એ પણ વાવવામાં આવે છે. • દરેક થાંભલા દીઠ ૫ કિ.ગ્રા. પ્રતિ છોડ પ્રમાણે છાણિયું ખાતર તથા ભલામણ મુજબ પાયાનું રાસાયણિક ખાતર નાખવામાં આવે છે.

Share this post: