
આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી કરો કે હવે દર બુધવારે આપણે ફરતી ફરતી ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીશું અને મોબાઈલમાં આપણા ગામનું એક વોટ્સઅપ ગૃપ ફકત ને ફકત ખેતીને લગતી માહિતીની આપ લે માટે કરીશું. આપણે પણ છત્તીસગઢની જેમ મબલક ઉત્પાદન કરીને દૂરના શહેરમાં મોકલીને આવતા વર્ષની ખેતીમાંથી કમાવું છે .આ મિટિંગમાં તમે આપણા જ કોઈ સફળ ખેડૂત મિત્રની સફળ વાર્તા અને ક્યારેક કોઈ અનુભવી કૃષિ નિષ્ણાંતને બોલાવી શકો, જરૂર લાભ થશે .વિચારજો .



