શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ ચાલે છે તે કરતા થોડું સસ્તું એટલે કે વ્યાજબી ભાવે નિશ્ચિત વજનના પ્લાસ્ટિકના ઝબલા બનાવીને સીધા ઉપભોગતાને વેચવા જોઈએ ડાઇરેક્ટ માર્કેટિંગ કરવું જોઈએ ..હા, દરેક ટ્રેક્ટર કે ટેમ્પામાં બધીજ પ્રકારની શાકભાજીના નિશ્ચિત વજનના ઝબલા હોવા જોઈએ અને આવું 15 નિશ્ચિત નિયમિત જગ્યાએ શરુ કરવું જોઈએ .આને ફાર્મર માર્કેટ કહેવાય .હવે સંગઠ્ઠીત રહેવાનો સમય છે . શાકભાજી ઉગાડતા ગામોએ આવી યુવા ટુકડી બનાવીને ફાર્મર માર્કેટ નિશ્ચિત જગ્યાએ નિયમિત શરુ કરવી જોઈએ .માર્કેટિંગ યાર્ડમાં સસ્તું વેચવું ને રડતા રડતા ઘરે પાછું આવવું તેના કરતા ખુમારીથી વ્યાજબી ભાવે વ્યાજબી નફો લઈને અનેક લોકોની સેવા જરૂર થઇ શકે . જો આવું થાય તો લોકો પણ કહેશે આનું નામ જગતનો તાત !

Share this post: