ખેતરની વાત : બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ

ગામના ચોરે ગામ ડાયા આપણા વડીલ પણ આપણી બીજ પસંદગીની કપાસના પડીકા બીટીની વાત સાંભળી ને કહે છે કે એલા પાન ખાઈ ખાઈને તમારી મતિ મરી ગઈ લાગે છે. વડીલ હોય એટલે જૂનો દાખલો આપે અને કહે કે બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ એમ બિયારણ નો ખર્ચ સૌથી ઓછો છે તે સમજીને ઉત્તમ કક્ષાનું બિયારણ પસંદ કરાય અને રહી વાત ઓછા પૈસે મળે તે તો લેવાય જ નહિ. બીલ સાથે મળતું સરકાર માન્ય બીયારણ લેવું જોઈએ, નહિ કે પડીકા બીટી , જેને મહેનત સાથે સારું વળતર લેવું છે તેણે બીયારણ હંમેશા શ્રેષ્ઠ જ લેવું જોઈએ. સૌને વડીલની વાત સમજાય હોય તો તમે પણ નક્કિ કરો કે આ વર્ષે પ્રખ્યાત કંપનીનું એટલે કે રાશી,,સીન્ટીલા,નીઝુવીડુ, મહિકો, એશિયન , કાવેરી , વિક્રમ, ડોકટર, અજીત, એગ્રીટોપ, મંગલમ, વગેરે વગેરે જાણીતી કંપનીનું બીજ લેવું જોઈએ. આ વાત વાત વાંચી તમે સૌ પણ નક્કિ કરો કે આ વર્ષે બઝારમાંથી સરકારમાન્ય બોલગાર્ડ ટુ બીલવાળું બીજ ખરીદવું.

Share this post: