
બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું જયારે કોશેટામાં જવું હોય ત્યારે જઈ શકીએ, એટલે જ પોર નહિ પરાર આપણે બધા પહેલા વરસાદ પછી કોશેટામાં ચાલ્યા ગયેલા અને કોશેટામાં ૧૫ દિવસ પછી ફુદુ બન્યા પછી તો રાતે રાતે ખેતરમાં આટાફેરા કરીને એકબીજા સાથે સંવનન કરીને આગતરા કપાસના ફુલમાં ઈંડા મૂકીને નવી પેઢીનો જન્મ આપ્યો હતો પણ હા, એક વાત યાદ રાખજે હવે ખેડૂતો ચોમાસાના વરસાદ પછી તરત જ તેના ખેતરમાં આપણી માદાની સુગંધ વાળા ફેરોમોન ટ્રેપ એટલે કે આપણા નરને ગલોટીયા ખવડાવીને આ આપણા ભાયડાને પાંજરામાં પુરી દે છે તેથી એવી સુગંધ થી દૂર રહેવું આંખ કાન ખુલ્લા રાખવા નહિતર તારોય વારો પડી જાશે. હજુ તો તારે કોશેટામાં જવાનું બાકી છે. —– વધુ આવતી કાલે.



