કૃષિ ટેકનોલોજી

આંગળીના ટેરવે : ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે

ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે સંદીપભાઈ ગામિત, જે વ્યારા તાલુકાના વાંદરદેવી ગામ, તાપી જિલ્લાના એક સમર્પિત ખેડૂત છે, તેમણે તેમના 1 હેક્ટર ના ખેતરમાં ફસલ ડિવાઈસ લગાવ્યા પછી તેમની ખેતીની પદ્ધતિઓમાં પરિવર્તનકારી ફેરફારનો અનુભવ કર્યો છે. આ અદ્યતન કૃષિ ટેકનોલોજી એક ગેમ-ચેન્જર સાબિત થઈ […]

આંગળીના ટેરવે : ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે Read More »

ગુગલ મેપ હવે ઠેકાણા ગોતવામાં મદદ કરે છે

કૃષિ વિજ્ઞાનની નવી દુનિયાની વાતમાં આશ્ચર્ય થાય તેવા સંશોધનની વાત કરીયે તમને ખબર છે ? ૨૦૧૯માં 5Gનું સ્વાગત થયું એટલે આપણા તમામ કાર્યો ઝડપથી થવા લાગ્યા . YouTube આવ્યું અને મનોરંજનથી માંડીને ભણવાના યુનિ.ના લેક્ચર અને ખેતી વિષેની નવી જાણકારી સુધીનું બધું જ સૌને વીડિયો સ્વરૂપે સુલભ થયું ૨૦૦૭માં Amazon Kindle લૉન્ચ થયું અને જે રીતે પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં હતાં અને વંચાઈ રહ્યાં હતાં એ સંકલ્પના જ બદલાઈ ગઈ.બધું આઈપેડમાં ૨૦૦૫માં Google Mapsની સુવિધા આવી અને આપણે હવે લગભગ કોઈનેય રસ્તો પૂછતા નથી અને છતાં ક્યાંય ભૂલા પણ નથી પડતા! જુવો તો ખરા ભૂતકાળમાં સાઈન બોર્ડ વગરના રોડ રસ્તા અને ગાડા માર્ગ અને આજનું ગુગલ મેપ કેટલી સરળતા આવી ગઈ છે . જેને વાંચવું છે તેને માટે આખી દુનિયાના પુસ્તકો આંગળીના ટેરવે . ખેડૂત તરીકે જો તમે ચેટ જીપીટી શીખી લો તો તમને છેલ્લામાં છેલ્લી કૃષિના વિજ્ઞાનની માહિતી હોય તો કોણ કહે છે કે ખેતી સારી ન થાય , જરૂર છે વૈજ્ઞાનિક અભિગમની …..

ગુગલ મેપ હવે ઠેકાણા ગોતવામાં મદદ કરે છે Read More »

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો.

હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક ન્યૂઝ-ચેનલ સામે બેસી જાઓ છો? આ ઘટનાની આ દ્રશ્ય શ્રાવ્ય સંદેશાની એક ચોક્કસ અસર આપણા મગજ, મન અને વિચારો પર પડે છે કારણ કે દસમાંથી નવ સમાચારો નકારાત્મક જ હોય છે. તમે જોયું હશે કે દરેક સમાચાર થી તમારામાં એક પ્રકારનો ફડકો પાડે છે અથવા તો નિરાશા જન્માવે છે. તમને એવું લાગવા લાગે કે બસ, હવે તો ચારે બાજુ બધા ચોર-લૂંટારા જ બેઠા છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ખેતી કરવા જેવી નથી . પર્યાવરણ છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે અને કાલે શું થશે કશું કહેવાય નહીં! વગેરે વગેરે .આ કારણથી જ દુનિયામાં ઘણા ડાહ્યા લોકો ન્યૂઝ થી દૂર રહે છે. આજે દેશ અને દુનિયામાં વિજ્ઞાન કેવી કેવી શોધ કરી રહ્યું છે તે જાણો તો ખબર તમને પડે કે લે આતો ખબરજ નોતી . આજ થી સમાચાર જોવાનું અને છાપા વાંચવાનું બંધ કરો અને બધું તમે ચેટ જીપીટીને પૂછો .ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું છે તેમાં તમે ખેતીના વિષે પૂછો તમને ઘણા ઉત્તર મળશે હજુતો આ નવું ચેટબોર્ડ રોજ રોજ નવું શીખી રહ્યું છે તે રોજ રોજ વધુ ને વધુ તૈયાર થઇ રહ્યું છે . આજેજ તમે https://kissan.ai/ પર અત્યારેજ આંટો મારો .ટૂંકમાં રોજ ભણવું પડશે . કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ ખેતી સારી કરવા વાંચવી પડશે .

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો. Read More »

શું વાંચવું તે વિષે પણ વિચારવું પડશે નહીંતર પાછળ રહી જઈસુ .

“જો આજના કિશોર/કિશોરીઓને સલાહ આપવાની હોય તો એમને કહેવું પડશે કે તમારા વડીલોનું ઓછામાં ઓછું માનો…” કારણ કે વડીલો જે વિશ્વમાં મોટા થયા અને કામ કર્યું એ હવે બિલકુલ નથી અને એ લોકોને આ નવા વિશ્વમાં કેમ જીવવું ? એની કોઈ જ કલ્પના નથી. આવી પરિસ્થિતિમાં શાળા-કૉલેજોમાં એવા ઘણા શિક્ષકો છે જે પોતે અપડેટેડ નથી અને જે લોકો આ પ્રકારનાં પરિવર્તનથી પૂરતા માહિતગાર પણ નથી. તો એમની છાયામાં ભણતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પરિવર્તનનો સામનો કેવી રીતે કરશે ? એ જોવું રહ્યું. ટૂંકમાં આપણી ખેતી થી માંડીને શિક્ષણ સુધી બધું બદલી જવાનું છે . ખેતીનું વિજ્ઞાન સમજો , ખેતી વિષે તમારા મોબાઈલમાં આપણે ચેટ જીપીટી ને પુછતા હોઇશુ , આપણો ડીલર પણ સતત નવું નવું શીખશે તો તે ટકશે નહીતર તેના પાટિયા બંધ થઇ જશે અને હા, ટેકનોલોજીના બદલાવની વાત કરતા હોય તેવા ખેતીના કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીન વાંચો . શું ન વાંચવું અને શું ન જોવું તે વિષે પણ વિચારવું પડશે .નહીંતર ખેડૂત તરીકે પાછળ રહી જઈસુ .કૃષિ વિજ્ઞાન ની ટેલિગ્રામ ચેનલ તમારા માટે કામની છે તેવું તમને લાગતું હશે .

શું વાંચવું તે વિષે પણ વિચારવું પડશે નહીંતર પાછળ રહી જઈસુ . Read More »

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને ચેટ જીપીટી આવતું , આના લીધે ટૅક્નૉલૉજીને લગતી નવી રોજગાર તકો પણ ઊભી થશે. પણ હજુ એ સ્પષ્ટ નથી કે લોકો એના માટે જરૂરી કૌશલ્ય ઝડપથી વિકસાવી શકાશે કે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ૫૦ વર્ષનો ડ્રાઇવર હો અને ડ્રાઇવરલેસ કાર આવતાં તમારી નોકરી જાય તો તમે શું કરો ? બજારમાં નવી અનેક નોકરી શોધો પણ આ બધી નોકરી એક સૉફ્ટવેર એંજિનિયર અથવા ડેટા એનાલિસ્ટની હોય ત્યારે તમારે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે .એવુજ આપણું ખેડૂતોનું છે તમે કહોકે મને કોમ્પ્યુટર માં ટપ્પો ન પડે એમ નહિ ચાલે , કોમ્પ્યુટર ચલાવતા શીખવું પડશે .ટૂંકમાં નવું નવું બધું શીખવું પડશે .ખેડૂત તરીકે એવું બોલો તો નહિ ચાલે કે મને મોબાઈલ ચલાવતા નથી આવડતું , ખેતીનો મોબાઈલ સોફ્ટવેર તમારે પણ શીખવો પડશે .

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે Read More »

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !.

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ Read More »

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું કે, “જો તમે મને પૂછો કે પ૦૦ વર્ષ સુધી જીવી શકાય? તો મારો જવાબ “હા” છે.” મૃત્યુને માત આપતા અનેક પ્રોજેક્ટમાં ગૂગલ પોતાના ૨ બિલિયન ડૉલરનું રોકાણ કરી રહી છે. હવે એ તો માનવું પડે કે જ્યારે આટલી મોટી કંપની પોતાના અબજો રૂપિયા “મૃત્યુને ટાળવા”ના પ્રોજેક્ટમાં રોકતી હોય તો વાત ખૂબ જ ગંભીરતાથી થઈ રહી છે. આવતા દસકામાં આ અંગે આપણને વધુ જાણવા મળશે .વિજ્ઞાન કેવું કેવું હટકે વિચારે છે તેની વાત હવે પછી કરશું .પહેલા ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી કેમ થશે ? તેની વાત…..

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે Read More »

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને Read More »