કેરી

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો ચોમાસા પહેલાં નવીનીકરણ કરવામાં આવશે તો આંબાના મેઢના કારણે ઝાડ સુકાઈ જવાના પ્રશ્નો વધુ આવશે. જેથી યોગ્ય સમયે નવીનીકરણ કરવુ હિતાવહ છે.

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ? Read More »

આંબાની કલમોની ખરીદી કયાંથી કરવી.

નવી આંબા કલમનું રોપાણ કરવું હોય તો સરકારશ્રી દ્રારા પ્રમાણિત થયેલ નર્સરીમાંથી કલમ લેવાનો આગ્રહ રાખવો. અથવા પ્રખ્યાત નર્સરીનો સંપર્ક કરવો .

આંબાની કલમોની ખરીદી કયાંથી કરવી. Read More »

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?

ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં સમયે તેમજ બીજો અને ત્રીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦-૧૫ દિવસના અંતરે કરવા.

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ? Read More »

આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ?

આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર પાકતો નથી તેને કપાસી કહીએ છીએ. જે ભાગનો માવો સફેદ, પીળો તેમજ સ્વાદે ખાટો હોય છે આવા ફળો બહારથી પારખી શકાતા નથી. નિયંત્રણ

આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ? Read More »

આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ?

કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી. પાણીમાં ૪ ગ્રામ નેપ્થેલીન એસીટીક એસીડ અને ૪ કિ.ગ્રા. યુરીયા).

આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ? Read More »

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ?

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં સતત આપી શકાય છે અને ખાતર ખૂબ જ સરળ અને સરખી માત્રામાં છોડને આપી શકાય છે. સાથે મલ્ચીંગના ઉપયોગથી વધુ સારું પરિણામ મેળવી શકાય છે.

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ? Read More »

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે પ્રથમ પાણી આપવુ જોઈએ. અને ત્યાર બાદ ર૦ થી રપ દિવસનાં અંતરે બે પિયત આપવા. કેસર વશી બદામી તોતાપુરી, રાજાપુરી જેવી જાતોને ૩

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ? Read More »

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના છોડ માટે ટોચથી અંદર ર૦ થી ૩૦ સે.મી. સુધીની ડાળીઓ કા૫વી કે જેમાં બીજા વર્ષે ફૂલ લાવી શકાય.

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ? Read More »

આંબાની રો૫ણી કઈ રીતે કરવી ?

ઉનાળામાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. ના ખાડા કરવા થોડા દિવસ તપવા દેવા, તેના ઉપલા થરની માટી દેશી ખાતર ર૦ કિ.ગ્રા. + ૧ થી ર કિ.ગ્રા. સેન્દ્રિય ખાતર + ર૦ ગ્રામ ટ્રાયકોડર્મા + ૧૦ ગ્રામ પેસીલોમાયસીસ + ડીએપી ર૦૦ ગ્રામ + મ્યુરેટો પોટાશ ર૦૦ ગ્રામ પ્રમાણે લઈ બધુ મીક્ષ કરી ખાડા ભરી દેવા અને

આંબાની રો૫ણી કઈ રીતે કરવી ? Read More »

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની છે. ઓવર ક્રાઉડીંગ (ટોચ પર અને અંદરના ભાગે ડાળી એકબીજાને ભેગી થઈ જવી) એ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિનો મુખ્ય પ્રશ્ન છે. જેને નિવારવા માટે છંટણી એ એક વિકલ્પ છે. જેનાથી પ્રકાશસંશ્લેષણ

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા Read More »