ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો એ અમેરીકા અને કેનેડામાં રાઉન્ડઅપ રેડી- ૨ એકસ્ટેન્ડ નામની બે નિંદામણનાશકો સામે લડે તેવી નવી ટેકનોલોજી સોયાબીન માટે લોન્ચ કરી . આ ટેકનોલોજીમાં ગ્લાયફોસેટ કે ડીકામ્બા નિંદામણ નાશક છાંટવા છતાં સોયાબીનના છોડને કઈ થતું નથી અને સોયાબીન બધા જ પ્રકારના નિંદામણોથી મુકત રહે છે. આપણે ત્યાં ટેક્નોલોજીની લગામ ખેતી ના કરતા હોય તેવા બગલથેલા વાળા એનજીઓ પાસે છે તે આ ટેક્નોલોજી કદાચ ભારત માં આવવા નહિ દે તેવું જાણકારો કહે છે ?