સજીવ ખેતી

પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી સાંજે (એટલે કે બપોરના ૪ વાગ્યા પછી) આપવું વધુ હિતાવહ છે. જીવામૃતને પિયત પાણી સાથે પણ આપી શકાય છે.

પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ? Read More »

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં ૨ કિ.ગ્રા., લીલા નારિયેળનું પાણી ૩ લિટર અને પાણી ૧૦ લિટર બનાવવાની રીત :સૌ પ્રથમ ૭ કિ.ગ્રા. દેશી ગાયના તાજા છાણની સાથે ૧

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત Read More »

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર બનાવવાની રીત :પહોળા મોંઢાવાળી ૩૦૦ લિટરની કેપેસીટીવાળી પ્લાસ્ટિકની ટાંકીમાં ઉપરોક્ત દર્શાવેલ સામગ્રીને લઈને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરીને આ ટાંકીને હવા ઉજાસવાળી જગ્યાએ છાંયડામાં રાખવી. આ મિશ્રણને

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત Read More »

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી. ૩. રોગ અને જીવાતનાં જૈવિક નિયંત્રણ માટે પૂરતી અસરકારક જેવિક દવાઓ ઉપલબ્ધ નથી. ૪. ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ શરૂઆતમાં પાક ઉત્પાદન ઘટતું હોઈ ખેડૂતો સેન્દ્રિય ખેતી અપનાવતા અચકાય

સજીવ ખેતીને અવરોધરૂપ પરિબળો Read More »

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ ખાય છે. એક અંદાજ મુજબ અળસિયા પોતાના શરીરમાંથી દર

અળસિયાનું ખાતર : વિઘટનશીલ Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪

● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪ Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં ભેજ લાંબો સમય જળવાઈ રહૈશે, જેથી પિયત ઓછું આપવું પડશે, રોગ અને જીવાતનો ઉપદ્રવ નહિવત થઈ જશે અને ધોવાણ પણ અટકી જશે. ● પાક સંરક્ષણ માટે બીજામૃત, જીવામૃત, અગ્નિઅસ્ત્ર જેવા

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩ Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે. ● જમીન પોચી અને ભરભરી બનતાં તેની સ્થૂળ ઘનતા ઘટશે, તેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે. વધુમાં જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ પણ વધશે.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨ Read More »

પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ?

● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે. ● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે. ● બંનેમાં જમીનની તંદુરસ્તી માટે તેનો ઓર્ગનિક કાર્બન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ● બંનેમાં ગાય આધારિત ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ? Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧

● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. ● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો , ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૧ Read More »