કૃષિ માહિતી

ખેતરની વાત : મરચીનું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો

મરચી વિષે બે ખેડૂતનો અનુભવ જોઈએ. ગયા વર્ષે એક ખેડૂતે ૧૫ વિધાનું મરચીનું વાવેતર કર્યૂં હતું તેને લીલા મરચાની વીણી માં સારા ભાવ મળ્યા સારી આવક થઇ પરંતુ પછી સૂકા મરચા કરવા માટે મરચી છોડી પછી વધુ વરસાદને લીધે એન્થ્રેકનોઝની અસર અને તેને લીધે ડાઘી વાળા મરચાને લીધે બઝારમાં છેલ્લે સાવ તળીયું આવી ગયું. તેની […]

ખેતરની વાત : મરચીનું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો Read More »

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે ભીની માટી સૂકી માટી કરતાં વધુ સારી રીતે ગરમીનું સંચાલન કરે છે અને માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને ગરમીના ઉત્પાદન દ્વારા મારવા માટે સંવેદનશીલ બનાવે છે. ભેજનું નુકસાન ચકાસવા અને પોલીથીન

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ Read More »

કરાર આધારિત ખેતી કેમ કરવી ?

ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા ભાવ અગાઉથી નક્કી થયા મુજબ મળી રહે છે તેમજ ગુણવત્તા પણ જળવાય છે. આ પદ્ધતિ દ્વારા હાલમા ગોદરેજ, પેપ્સિકો, રીલાયન્સ ફ્રેશ અને બાલાજી વેફર્સ જેવી કંપનીઓ ખેડૂતો પાસેથી વિવિધ ખેત

કરાર આધારિત ખેતી કેમ કરવી ? Read More »

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.

જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે છે . નવી રોગપ્રતિકારક જાતોને સ્થાન આપતા નથી , પાક ફેરબદલી કરતા નથી વગેરે . આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને સમજીને રોગ આવે તે પહેલા કાળજી લઈને ખેતી કરવી પડશે અને તે માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે નહીંતર કપાસ અને મરચીની નિકાસ ઉપર અસર થશે અને કપાસ તો આયાત કરવો પડી શકે – જે ભારતના નિકાસ બજાર અને તેમાં સામેલ લોકોની આજીવિકા માટે ગંભીર બની શકે એવું કૃષિ નિષ્ણાંતોનું માનવું છે .

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ. Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતો એક સાથે અનેક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેમાં બજાર ભાવમાં ઘટાડો, કમોસમી વરસાદ અને પાકના રોગોને લીધે મળેલી ઓછી આવક ખેડૂતોને આર્થિક સંકટમાં ધકેલી રહી છે . 25 માર્ચ ના રોજ, આંધ્ર મરચાંના ખેડૂતોએ ગુંટુર મરચાં બજારની સામે રસ્તા રોકો આંદોલન કર્યું અને ભાવ સ્થિર કરવા માટે સરકારની દખલની માંગ કરી હતી. મરચા અને કપાસના ખેડૂતો કમોસમી વરસાદ અને ફૂગના રોગોને કારણે થતા નુકસાનનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો કહે છે કે ફૂગના ચેપને કારણે પાકની ઉપજ ઘટી છે જે તેમના વાવેતર ખર્ચ કરતાં ઘણી ઓછી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે. Read More »

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને કારણે બીજમાંથી નબળુ અંકુરણ મળે છે. ભારતમાં શાકભાજીની ખેતી

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ? Read More »

તમને થશે હવે આવું તો કેમ મપાય ?

તમને થશે હવે આવું તો કેમ મપાય ? પાંદડામાં ભીનાશ અને પાંદડામાં કલોરોફીલ એટલે કે હરીતદ્રવ્ય કેટલું છે તેના આધારે છોડને પાણી અને પોષણની આવશ્યકતાની ખબર પડે છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત કયારે થયો તે આધારે છોડ ને પિયતની જરૂરીયાત માં ફેરફાર કરવાનો થાય છે. આ બધુ કરતા પહેલા તમારી જમીનનો પી એચ. અને પાણીનો

તમને થશે હવે આવું તો કેમ મપાય ? Read More »

આપણા ખેતર માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે

આપણું જીવન લ્યો કે આપણા ખેતરમાં ઊભેલા પાકને લ્યો બન્ને માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે આપણે કેવા છીએ ? શું છીએ ? શું પ્રગતિ કરી ? ખેતી કયાં લઈ ગયા ? મળેલી સફળતા કે નિષ્ફળતા બધામાં એક વાત મહત્વની છે અને તે છે આપણે લીધેલા નિર્ણયોનો સરવાળો. આપણું જીવન એટલે મે

આપણા ખેતર માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે Read More »

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો મુખ્ય છે આઘાતો બે પ્રકારના હોય છે એક છે જૈવિક આઘાત અને બીજો છે અજૈવિક આઘાત . જૈવિક આઘાતમાં રોગ , જીવાત, વાયરસ , પશુ , પક્ષીના લીધે છોડને આઘાત એટલે કે સ્ટ્રેશ આવે છે તે નુકસાનમાંથી બચવા માટે છોડને વધારાની શક્તિ નો ખર્ચ કરવો પડે

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો Read More »