કૃષિ માહિતી

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે શું?

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીનો વિચાર આજે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એટલે આજે તેનો વિચાર કરીયે. શું છે રિજનરેટિવ એગ્રીકલ્ચર? શું આ ખેતી ખેડૂતો આજથી જ શરૂ કરી શકે? તેવી સરળ પદ્ધતિઓ છે? મિત્રો આ ખેતીનો ઉદેશ છે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્યને જાળવવાની અને સુધારવાની , ઇનપુટ ખર્ચ ઘટાડવા અને ખેતીને વધુ આબોહવા-સ્થિતિસ્થાપક બનાવવાનો […]

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે શું? Read More »

નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી

૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં. ૨. ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જ જે તે પાકમાં ઉપયોગ કરવો. ૩. ભલામણ કરેલ સમયે

નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી Read More »

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી છે. માટે કલમને રોપ્યા બાદ છોડ લગભગ ૧.૦ મીટર ઊંચાઈનો થાય ત્યારે મુખ્ય ડાળીની ટોપ પરથી ગાંઠ (રીંગ બડ)ની નીચેથી કાપવું. જેથી કાપેલા

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ Read More »

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી. * દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે. * અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે. * પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે. કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે ભવિષ્યમાં ભલામણ કરતાં વધુ પ્રમાણની જરૂર જે તે પાકમાં

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો….. Read More »

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને ઉત્પાદનમાં વાંધો ન પાડતી હોય તેવા ઝાડની નીચલી ડાળીઓને

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ? Read More »

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો. વાડીપડાની અંદરનાં ઓઘા, ગંજી, કુંજવાં ભરી લેવાનો ગાળો હોય તો સમાઇ શકે તેટલાને કોઢ-વખારમાં ભરી દેવા. બાકીનાને જુદા જુદા ઠેકાણેથી ભેળાં કરી, તેનો

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ? Read More »

દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ બાકી રહેલાં ત્રીજા ભાગનાં પાંદથી ઝાડ પોતાનું જીવન ટકાવી

દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ? Read More »

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર પાકને પણ તેનો ફાયદો મળે છે. કેટલાક કઠોળ વર્ગના

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ? Read More »

ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં કદ કે ઉતારામાં ભલીવાર ! મોટાભાગે બોરડી, આંબા, ચીકુ, સંતરા, મોસંબી, આમળા, ગુંદા, આમલી જેવામાં આંખ, ભેટ કે નૂતન કલમ દ્વારા ખડતલતા અને

ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ? Read More »

શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?

હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં આવા દુ:ખ-દર્દો આવવાના કારણો શોધવા માંડીએ જ્યારે આપણે તે

શું ઝાડવાની બીમારી આપણને ભળાય ? Read More »