કૃષિ માહિતી

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ?

ખેતી શહેરમાં રહીને કરી શકાય ખેતી શહેરમાં રહીને પણ કરાય તો ખરી, પણ એ સાંઢિયે ચડીને છાણાં વિણવાં જેવું ગણાય ! જો આનંદથી અને સંતોષી જીવન જીવવું હોય તો ખેતી ગામડાંમાં રહીને જ કરાય. કારણ કે ખેતી એ વ્યવસાય જ ગામડાંનો છે. શહેર અને ગામડું બન્નેની રહેણી કરણી તથા બન્નેનાં સંસ્કૃતિ અને માનસ થોડાં અલગ […]

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ? Read More »

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ?

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન આજે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ-બાગાયત-ગોપાલન-વનવિદ્યા જેવી બાબતોમાં પણ ઓછા ખર્ચે વધારે આવક મળી રહે અને ખેતીને કેમ રળતી-નફો કરતી કરી શકાય તેવા સંશોધિત બિયારણો પદ્ધતિઓ ની જાણકારી આપણા મન-મગજમાં ઘૂસવા જ ન દઈએ તો એ બધી વિગતો આપણી ખેતીની બરકત લાવવામાં કેમ મદદ કરી શકે ? ખેડૂતને ખેતીમાં કામ જ એટલું

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ? Read More »

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો હોય કે તળાવડી, મશીન હોય કે ટ્રેક્ટર-બધા નીરખવાની એક અનેરી રીત હોય છે, એક ખાસ ભાષા હોય છે. પાણી વિના લંઘાતો છોડ, રોગથી મરવા પડેલું ઝાડ, ભૂખી ગાય કે ફૂટી

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ? Read More »

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? છોડની વૃદ્ધિ વિકાસ અને ઉપજ આપવા માટે જમીન અને પર્યાવરણ બંનેનો વિચાર કરવો પડે તમારું ખેતર જયાં આવેલું છે

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ? Read More »

શું મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ?

મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કર્યા વિના માત્ર આ માખીઓની શરીર સાથે ચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયન થતા આપમેળે 20 થી 30 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેવું તેના તજજ્ઞોનું કહેવાનું છે. “મધુમખ્ખી પાલન” વ્યવસાય તો ખેતીને સંલગ્ન એવા ગૃહઉદ્યોગ તરીકે ઉત્તમ પૂરવાર થઇ રહ્યો છે.બીજા ધંધાની સરખામણીએ

શું મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ? Read More »

પાકની ઉત્પાદન ક્ષમતાને બહાર લાવવામાં કેવા કેવા પરિબળો કામ કરતા હશે ?

મનુષ્યને વિકસવામાં હુંફ જોઈએ, પોષણ જોઈએ, પ્રેમ જોઈએ, ટાઢ-તડકાને વરસાદ સામે રક્ષણ જોઈએ ટુંકમાં રોટી – કપડા- મકાન ની પ્રાથમિક જરૂરિયાત મેળવે પછી પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને સમજણનો સમન્વય કરીને ઉંચાઈઓ આંબી શકે. છોડની આજુબાજુનું પર્યાવરણ અને તેને લગતા વિજ્ઞાનીક ઉપકરણોને આધારે વિદેશ ની ખેતી સમૃદ્ધ છે અને ત્યાં તેઓ ધાર્યું ઉત્પાદન લે છે. આપણે

પાકની ઉત્પાદન ક્ષમતાને બહાર લાવવામાં કેવા કેવા પરિબળો કામ કરતા હશે ? Read More »

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ?

સાયલેજ એ શું છે આમતો લીલાચારાને લીલા સ્વરૂપે સંગ્રહી રાખવો કઠ્ઠણ છે. તેમ છતાં જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે તેવા જુવાર, મકાઇ, ધામણ, ગીનીઘાસ, ઓટ કે શણિયાર જેવા ઘાસને નીંઘલ્યા પછી ફૂલો આવવાની વેળાએ વાઢી લઈ, હવાચૂસ્ત જગ્યામાં રાખી દેવામાં આવે તો લાંબો સમય બગડ્યાં વિનાનાં રાખી શકાતાં હોય છે. તેના રંગમાં થોડો ફેર પડે

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ? Read More »

વાડીમાં આંટો કેવી રીતે મારશું ?

વાડીમાં આંટો ક્યારેક વાડી વચ્ચે ઊભી મોલાતમાં સીધા પાળે કે ત્રાંસા ચાસે ચાલીએ, ક્યારેક ફરતા શેઢે, ક્યારેક ધોરિયે તો વળી ક્યારેક આડા-ઊભા મારગે- એવીરીતે જુદી જુદી જગ્યાએ ચાલવાનું રાખીએ કે જેથી વાડીના કોઇપણ અંગની ઉપેક્ષા થવા ન પામે. દરેકને પોતાની રજૂઆતનો મોકો મળે. એ બધાની મૂશ્કેલીના નિરાકરણ કરતા રહેવા-એટલે જ ઉત્પાદનના પાસાઓને જાળવી લેવા એવો

વાડીમાં આંટો કેવી રીતે મારશું ? Read More »